સરકાર દ્વારા 10 હજાર કરોડની રકમ જાહેર, દરેક ખેડૂતોના ખાતામાં આટલાં રૂપિયા જમા થશે, જાણો સંપૂર્ણ માહિતી – Gujarat Khedut Rahat Package

Gujarat Khedut Rahat Package: ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ રૂપિયા 9,815 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે રૂપિયા 9,815 હજાર કરોડ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે 9 નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા 15 હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. જણાવી દઈએ કે, રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટર માં 16,000 જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે.

ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 22000 અપાશે: ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી

ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે, ‘કમોસમી વરસાદના કારણે ગુજરાત રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે, જેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ છે. જેમાં કોઇપણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહી. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં અપાશે.

મગફળી઼ની 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી: ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી

ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી. SMSથી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડશે.

2 thoughts on “સરકાર દ્વારા 10 હજાર કરોડની રકમ જાહેર, દરેક ખેડૂતોના ખાતામાં આટલાં રૂપિયા જમા થશે, જાણો સંપૂર્ણ માહિતી – Gujarat Khedut Rahat Package”

Leave a Comment