આજે પણ આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનના તાજા સમાચાર – Today Gujarat Rain

Today Gujarat Rain: અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આજે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું.

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે.

આજે ગુજરાત રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

હવામાનની આગાહી મુજબ, આજે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી, બોટાદ અને અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ,વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો

અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 21 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જે પૈકી નવ તાલુકા તો એવા રહ્યા જ્યાં બેથી પોણા આઠ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મહુવામાં 7.68 ઈંચ, સિહોર 5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

ગુજરાત રાજ્યના આ જિલ્લામાં વરસાદ ભૂકા બોલાવ્યા, જેમ કે પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, તો, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

1 thought on “આજે પણ આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનના તાજા સમાચાર – Today Gujarat Rain”

  1. આપની આગાહી સાચી પડે છે અને તેનાથી આગોતરા આયોજન ની સમજ લઈ સૌ સલામત રહે તેવી કામના( અંધેરે મે એક પ્રકાશ) પરમાનંદ સોની હાલોલ

    Reply

Leave a Comment